રાજકોટ: સંક્રાતના દિવસે બે જૂથ વચ્ચે મારામારી, લાકડી,સોડા બોટલ ઉડી…
વિડિયો વાયરલ: બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
રાજકોટ : સંક્રાતના દિવસે બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ બે જૂથો પાડોશી છે. અને તેમણે એકબીજા સાથે છૂટા હાથે મારામારી કરી હતી.
મળેલ માહિતી પ્રમાણે, શહેરનાં RMC વેસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા એકબીજા પર કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બંન્ને તરફથી ફરિયાદ પણ નોંધાવી છે.