જંગલેશ્વરમાંથી ગૂમ થયેલી બાળકીને ગણતરીની કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી સાંજે ગુમ થયેલી ત્રણ વર્ષની માસુમ બાળકીને ગણતરીની કલાકોમાં હેમખેમ શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,જંગલેશ્વર વિસ્તારના લેઉવા પટેલ સોસાયટી ખાતેથી ત્રણ વર્ષની નસરીન નામની બાળકી રમતા રમતા સાંજે ગુમ થયાની બાળકીના પિતા ઇબરારભાઈ ઇબ્રાહીમભાઇએ જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશને કરતા તુરત પીઆઇ વી.કે.ગઢવી તથા પોલીસ ફોઝદાર એસ.એન.જાડેજા તથા મેહુલભાઈ ડાંગરે બાળકીને શોધવા કાર્યવાહી કરતા અને ગુમ થયેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એક જાગૃત નાગરિક રામદેવસિંહ ઝાલાએ તેમના ઘર પાસેથી એક બાળકી હોવાનું જણાવતા તુરત સૂર્યોદય સોસાયટીમાં તપાસ કરતા બાળકી હેમખેમ મળી આવી હતી અને બાળકીને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તેના પિતાને હેમખેમ સોંપી આપી હતી.