ટંકારા: તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં વોકળામાંથી મળી આવી
બાળકીને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત રાજકોટ ખસેડાઇ
ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ વોકળામાંથી આજે એક તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. બાળકીનો રડવાનો અવાજ લોકોએ સાંભળતા 108ને ફોન કર્યો હતો 108 નો સ્ટાફે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈને આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નેકનામ ગામે સીમમાં આવેલા વોકળામાંથી કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકીને જન્મ આપીને તરછોડી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ટંકારા 108 એમ્બ્યુલન્સના ડો. રુદ્રાબેન અને પાયલોટ છેલુભાઈ અને કેતનસિંહ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ બનાવને પગલે ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટાફ ઘટનસ્થળે દોડી ગઇ હતી અને બીટ જમાદાર ફિરોજખાન પઠાણે આ નબજાત બાળકીને કોણ જન્મ આપીને અહીં ત્યજી ગયું તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા ફૂલ સમાન નવજાત બાળકી જન્મ આપીને અહીં આવી કડકડતી ઠંડીમાં ત્યજીને ફરાર થઈ જતા આ મામલે તેમના પર ફિટકાર વરસી રહ્યો છે.
જુઓ વિડિયો….
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…