વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીમાં ફિફટી-ફિફટી !! : 6 બ્લોક બિનહરીફ, 6 બ્લોકમાં હરીફ

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ બેઠકો (બ્લોક) પર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંઘની કુલ 12 બેઠકોમાંથી છ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા છ બેઠકો બિનહરીફ થઇ છે, જ્યારે બીજી છ બેઠકો પર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે. આગામી તારીખ 13/02/2023ના બપોરના ત3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. અને એ જ દિવસે સાંજના પાંચ વાગ્યે જો હરીફેસર તો હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને જરૂર જણાય તો આગામી 22 ફેબ્રુઆરીના રોજ મતદાન તથા મતગણતરી યોજાશે….
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ફાયનલ ઉમેદવારોની યાદી….
બિનહરીફ થયેલ બેઠકો અને ઉમેદવારો…
૧). વાંકીયા-૧
ઉમેદવાર : ઘોઘુભા જામભા ઝાલા
૨). ઢુવા-૨
ઉમેદવાર : વલીમામદ અલાવદી શેરસીયા
૩). ચંદ્રપુર – ૭
ઉમેદવાર : પરાસરા અમીયલ હાજી
૪). કેરાળા-૬
ઉમેદવાર : માથકીયા માહમદ આહમદ
૫). કોઠારીયા- ૭
ઉમેદવાર : ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ
૬). ગારીડા-૧૧
ઉમેદવાર : બાદી અલીભાઇ મામદ નુરા
એકથી વધુ ઉમેદવારી પાત્રો રાજુ થયેલ બેઠકો…
૦૭). માટેલ-૩
ઉમેદવારો : ૧. કાંકરેચા કાળુભાઇ મેરૂભાઇ
૨. કોબીયા દેવાભાઇ છગનભાઇ
૦૮). લુણસર-૪
ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી
૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ
૦૯). સિંધાવદર-૮
ઉમેદવારો : ૧. બાદી રહીમ જીવા
૨. ઇસ્માઇલ મામદ પરાસરા
૧૦). વાલાસણ-૯
ઉમેદવારો : ૧. મહેબુબભાઇ આહમદભાઇ પટેલ(કડીવાર)
૨. ઇસ્માઇલ ફતેમામદ કડીવાર
૧૧). જાલસીકા-૧૦
ઉમેદવારો : ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૨. પરાસરા નુરમામદ અમીભાઇ
૧૨). મેસરીયા-૧૨
ઉમેદવારો : ૧. પોલાભાઈ હિરાભાઇ પરમાર
૨. નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણી
હાલ જાહેર થયેલ ઉમેદવારોની યાદીમાં બિનહરીફ થયેલ છ બેઠકોમાં પણ ફિફટી ફિફટી થયું હોય તેવું લાગે છે. બિનહરીફ થયેલ 6 પૈકી ઢુવા, ગારીડા અને કેરાળા બ્લોકના ત્રણેય બીનહરીફ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો હોય અને ચંદ્રપુર, કોઠારીયા અને વાંકીયા બ્લોકના બીનહરીફ ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી હવે જોવાનું રહ્યું કે બાકી રહેતી છ બેઠકોમાંથી કોના ફાળે કેટલી બેઠકો જાય છે. વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કોનું શાસન આવે છે એ 22મી ફેબ્રુઆરીએ નક્કી થશે. ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપ પોતાની વિજય કુચ ચાલુ રાખે છે કે પછી કોંગ્રેસ શરૂ થયેલ પરાજયની હારમાળા રોકી શકે છે.
