વાંકાનેરથી કતલખાને લઇ જવાતા ગૌવંશને ગૌરક્ષકોની ટીમે બચાવ્યું, બે ઈસમો ઝડપાયા
માળિયામાં કતલખાને મોકલવાની પેરવી કરતા ગૌવંશ ભરેલી ગાડી વાંકાનેર પાસેથી ઝડપી લેવામાં આવી હતી ગૌરક્ષકોની ટીમે ગૌવંશને છોડાવી બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ પોલીસને સોપ્યો હતો
મોરબી, વાંકાનેર સહિતના ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે તરણેતર બાજુથી વાંકાનેરના રાતીદેવડી ગૌવંશ ભરવા ગાડી આવી છે અને એક ગૌવંશને મળીને માળિયાના અન્જીયાસરમાં કતલખાને મોકલવામાં આવનાર છે જેથી ગૌરક્ષકોની ટીમે ગૌવંશ ભરેલી ગાડી જીજે ૧૩ એડબલ્યુ ૯૪૪૮ ને ઝડપી લીધી હતી અને ગાડીમાં સવાર મહિલા સહિતના બે ઇસમોને ઝડપી મુદામાલ અને આરોપી વાંકાનેર પોલીસને સોપવામાં આવ્યા છે
જે કામગીરીમાં વાંકાનેર ગૌરક્ષક ટીમના દીપકભાઈ રાજગોર, શિવાજી, મયુરભાઈ, વિશ્વ હિંદુ પરિષદ મોરબીના કમલેશભાઈ બોરીચા, બજરંગદળ મોરબીના ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, જયરાજસિંહ, હર્ષભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી