Placeholder canvas

વાંકાનેર: એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો.

વાંકાનેર: રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત અને મોરબી જિલ્લાના તાલુકા કક્ષાના યુવા મહોત્સવ નુ આ આયોજન શ્રીમતી એલ કે સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ હતું જેમાં 40 જેટલા સ્પર્ધકોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં રમત ગમત અને યુવા વિકાસઅધિકારી કચેરી ખાતેથી નાકીયા બુદ્ધદેવ હાજર રહ્યા અને માર્ગદર્શન આપ્યું હતું, નિર્ણાયક તરીકે નાલંદા વિદ્યાલયના ડૉ .નિરવભાઈ રાવલ અને ચંદ્રપુરના નિવૃત્ત શિક્ષક પટોડી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા એલ.કે.સંઘવીના વિદ્યાલયના બધા જ કાર્યકર્તાએ મહેનત કરી હતી.

એલ.કે.સંઘવીની વિદ્યાર્થીની બહેનોએ પણ વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવ્યા જેમાં લોક નૃત્યમાં પ્રથમ નંબર ભજનમાં પ્રથમ અને દ્વિતીય નંબર લોકગીત માં પ્રથમ અને દ્વિતીય નંબર વકૃત્વમાં પ્રથમ નંબર લોકવાર્તામાં પ્રથમ નંબર ભરતનાટ્યમ માં પ્રથમ નંબર મેળવેલ હતો. શાળાના આચાર્ય દર્શનાબેન જાની અને શાળા પરિવાર વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવીને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચારને શેર કરો