ગોંડલ રોડ પર પુલ પાસે ટોળાનો પોલીસ પર પથ્થરમારો

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર પુલ પાસે આજરોજ બપોરના સુમારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ તંગ બની ગઇ હતી. પથ્થરમારાની જાણ થતાં તાકિદે અહીં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં. અહીં આસપાસ ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકો લોકડાઉન વચ્ચે પણ બહાર આંટા ફેરા કરી રહ્યા હોય તેમને સમજાવવા જતાં આ હૂમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ પર થયેલા પથ્થરમારાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર પુલ નીચે ગુરૂકૂળ પાસે લીજ્જત પાપડ નજીક આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકો લોકડાઉન હોવા છતાં બહાર ટોળા રૂપે આંટાફેરા કરતા હોય આ બાબતની જાણ થતાં તાકીદે પીસીઆર વાન અહીં આવી પહોંચી હતી અને લોકોને માસ્ક પહેર્યાવિના બહાર ન નીકળવા અને લોકડાઉન હોવાથી જરૂરી કામ વિના બહાર ન આવવા સમજાવ્યા હતાં.

દરમિયાન આ લોકોએ ઉશ્કેરાઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી સ્થિતિ તંગ બની જવા પામી હતી. ટોળાને સમજાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો થયાની ઘટનાની જાણ થતાં તાકીદે અહીં પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો અને સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો