રાજકોટ:કોરોના વાયરસનાં ભય વચ્ચે સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો

રાજકોટ : એક તરફ ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી તરફ કોરોના વાઈરસના ભય વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો છે. વર્ષ 2020નો સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રથમ સ્વાઈન ફ્લૂનો કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે. શાપર ગામમાં રહેતા બાળકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બાળકની સારવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે બાળકનું છેલ્લા ત્રણ વર્ષથી હૃદયનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હૃદયનું છેલ્લુ ઓપરેશન કરતા પહેલા તેને તાવ આવ્યો હતો. જેના કારણે બાળકનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાં તેને સ્વાઇન ફ્લૂ થયા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાય સમયથી દિવસેને દિવસે રાજકોટમાં રોગચાળાનું કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી સહિતના જુદા જુદા રોગોના કેસ જોવા મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો