skip to content

મિલીભગત: સિંધાવદર-ખીજડીયા રોડ તો બન્યો પરંતુ સાઈડ ફિલિંગ ન થઈ.!!

સિંધાવદર-ખીજડીયા સિંગલ પટ્ટીનો રસ્તો બે મહિના પૂર્વે બનાવવામાં આવ્યો પરંતુ આજ સુધી સાઈડ ફિલ્મ કરવામાં આવી નથી જેથી આ રસ્તા ઉપર અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ છે, તેમની જવાબદારી કોની?

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં સિંધાવદર થી ધીયાવડનો રોડ આશરે બે મહિનાથી વધુ સમય પૂર્વે સિંધાવદર થી ખીજડીયા સુધી બનાવવામાં આવ્યો છે. આ સીંગલપટ્ટીનો રસ્તો નવો બનતા તે ઊંચો થયો છે અને તેમની બાજુની જગ્યા નીચી હોવાથી ત્યાં સાઈડ ફિલિંગ કરવાની હોય છે, જે કોન્ટ્રાક્ટરે આજે બે મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં સાઈડ ફિલિંગનું કામ કરવામાં આવેલ નથી. જેથી આ રસ્તા ઉપર સામસામા વાહનો આવી જાય છે ત્યારે પાસ થવા માટે બંને વાહનોને સાઈડમાં દબાવું પડે છે, જે સાઈડ ફીલિંગ ન હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે.

આ બાબતે મ.મા.ના કાર્યપાલક ઇજનેરને લોકોએ ટેલિફોનિક રજુઆત કરવામાં આવી છે. આમ છતાં જવાબદાર અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટર પાસેથી બે મહિનાથી વધુ સમય સુધીમાં આ સાઈડ ફિલિંગનું કામ કરાવવામાં આવ્યુ નથી. જેથી સ્વાભાવિકપણે જ લોકોને શંકા જાય કે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે અને જો મીલીભગત ન હોય તો અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને કેમ છાવરી રહ્યા છે?

આ સાઇડ ફાઈલિંગ ન થવાના કારણે રસ્તા ઉપર સામ સામે મોટા વાહનો આવી જાય છે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. અને સાઈડમાં દબાવવા જતા ડાયરેક્ટ અડધા ફુટનો ખાડો આવતા વાહન પલ્ટી મારવાની પણ શક્યતાઓ રહેલ છે. જેથી સંભવિત અકસ્માતો કે જાનહાનિ કે ઇજા થશે તો તે જવાબદારી કોની રહેશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો