રાજકોટમાં શ્રીનાથજી સોસાયટીમાં આતંક મચાવનાર ટોળકીના 12 પકડાયા

રાજકોટ મવડી રોડ પર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં આવારા તત્વો એ મારે આંતક મચાવ્યો હતો આ આંતકી ટોળકીએ શ્રીનાથજી સોસાયટીમાં આવીને તોડફોડ કરી હતી.


આંતકી ટોળકીએ રાજકોટના મવડી રોડ પર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં 4 કાર અને 15 મોટર સાયકલ ને ટાર્ગેટ બનાવીને નુકશાન પહોંચાડ્યું હતું. આ ટોળકી હથિયાર સાથે આવેલી અને ભારે આતંક મચાવ્યો હતો. જે પગલે ફરિયાદી એ કરેલ ફરિયાદ ના આધારે રાજકોટ શહેર માલવિયાનગર પોલીસે 12 આતંક ફેલાવનાર આરોપીઓને પકડી પાડ્યા છે.

આ આંતકી ટોળકીના પકડાયેલ આરોપીઓ રોહિત ચકુ ગાજીપરા,રવિરાજ જીવા કટારીયા,મુકેશ ભુપત પરમાર,રાજન ધીરજ આકલીયા,અજય અશોક ચાવડા,રાહુલ જયસુખ ગજેરા,રમેશ નરસિંહ ચરમાણી,રવિ રાજેશ રામાણી,વિશાલ રમેશ ડોબરીયા,પંકજ ધરમશી શિંગાળા,તેજસ ગાજીપરા,પ્રશાંત ગાજીપરા ની ધરપકડ કરીને કલમ 323,504,506(2),143,147,148,149 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ની કલમો લગાવી, આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
