ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાયો.

ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો.જેમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા આ કેમ્પમાં 350 જેટલા બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા હતા.

ટંકારા સદગુરુ મિત્ર મંડળ તથા આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા,શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા,રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં 350 બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા.ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.

આ કેમ્પમાં કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર(આયુર્વેદિક જીવનશૈલી) ચંદ્રકાન્તભાઈ કટારીયા , ગિતાબેન સરડવા, ગિરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત, મનસુખભાઈ બોડા, કુવરજીભાઈ ભાગ્યા સેવા આપી હતી.

આ સમાચારને શેર કરો