ઓડિશાની પહોંચ્યું સુપર સાઇક્લોન અમ્ફાન, 102 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 40 ટીમો તૈનાત કરવામાં આવી

મહાચક્રવાતી વાવાઝોડું અમ્ફાન આજે બપોર સુધીમાં પશ્ચિમ બંગાળ પહોંચવાની શક્યતા છે. રાહતની વાત એ છે કે ઓડિશામાં જોરદાર વરસાદ અને પવન ફુંકાવાના કારણે ચક્રવાતી વાવાઝોડું પહેલાથી ઘણું નબળું પડી ગયું છે. ઓડિશાના પારાદીપમાં સવારથી જ ઝડપી પવનો ફુંકાઈ રહ્યા છે. સુપર સાઇક્લોન Amphan હવે ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. પારાદીપમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સુપર સાઇક્લોનમાં ઝડપી પવન ફુંકાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલા મહાચક્રવાતી વાવાઝોડા અમ્ફાનને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના જોખમવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ આજે બપોરે કે પછી સાંજ સુધીમાં સુપર સાઇક્લોન અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હાલ અમ્ફાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો