દેશમાં કોરોનાના 24 કલાકમાં રેકોર્ડબ્રેક 5611 નવા કેસ અને 140ના મોત
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના સૌથી વધુ 5611 નવા કેસ નોંધાયા છે. જ્યારે 140 લોકોના મોત થયા છે. આ બાજુ કોરોના વાયરસના મંગળવારે પણ 5341 કેસ નોંધાયા હતાં. અને રવિવારે 5003 નવા કેસ આવ્યાં હતાં.
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના સૌથી વધુ 5611 નવા કેસ નોંધાયા છે. જ્યારે 140 લોકોના મોત થયા છે. આ બાજુ કોરોના વાયરસના મંગળવારે પણ 5341 કેસ નોંધાયા હતાં. અને રવિવારે 5003 નવા કેસ આવ્યાં હતાં.
દેશમાં કોરોના વાયરસના કુલ 1,06,750 પોઝિટિવ કેસ છે. જેમાંથી 61149 કેસ એક્ટિવ છે અને 3303 લોકોના જીવ ગયા છે. રાહતની વાત એ છે કે કોવિડ 19થી 42,298 લોકો સાજા થયા છે અને દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 39.62 ટકા છે.
ચાર દિવસમાં લગભગ 20 હજાર નવા કેસ
ભારતમાં કોરોનાના દર્દીઓની જે પ્રકારે સંખ્યા જોવા મળી રહી છે તે હવે દુનિયામાં 11માં સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 19,940 કેસ જોવા મળ્યાં છે. પરંતુ સારી વાત એ પણ છે કે આ ચાર દિવસમાં 8 હજાર લોકો સાજા થયા છે.
દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ
કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ચાલુ છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 48.9 લાખ અને મોતનો આંકડો 3.23 લાખ પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી 16.9 લાખ લોકો સાજા થયા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…