લોકડાઉનમાં પાન, માવાના કાળા બજાર રોકવા મુખ્યમંત્રીને પત્ર
હાલ કોરોના લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પાન, માવા અને પાનમસાલાના કાળા બજાર થતા હોય જે રોકવા જરૂરી હોવાનું જણાવી રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
વાંકાનેરના સામાજિક કાર્યકર સુખદેવ ડાભીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા પાન, માવા અને બીડી-સિગરેટના કાળા બજાર થઇ રહ્યા છે આવી વસ્તુઓ જીવનજરૂરી વસ્તુઓ સાથે મોકલવામાં આવી રહી છે ત્રણથી ચાર ગણા ભાવો વસુલ કરવામાં આવી રહ્યા છે.
અને બંધાણીઓ ઊંચા ભાવો આપી કાળાબજારમાં લૂંટાઈ રહ્યા છે જેથી ગામડાઓમાં અને શહેરમાં લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જેથી આ મામલે ગંભીરતાપૂર્વક વિચારણા કરી જરૂરી પગલા લેવાની માંગ કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…