આજે ગ્લોસી કોટેક્ષના પાર્ટનર જાકીરભાઇ માથકીયાનો જન્મદિવસ

આજે ગ્લોસી કોટેક્ષના પાર્ટનર જાકીરભાઇ માથકીયાનો જન્મદિવસ છે.


વાંકાનેર તાલુકાના નાના એવા પાજ ગામમાં 20 મી એપ્રિલ 1969માં એક મધ્યમ વર્ગીય પરિવારમાં જાકીરભાઇ માથકિયાનો જન્મ થયો હતો તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો ત્યારે જાકીરભાઇ શરૂઆતમા નાના પાયે વેપાર શરૂ કર્યો અને વાંકાનેરમાં પાર્ટનરશીપમાં એક દુકાન ચાલુ કરી…..

સ્વભાવે મળતાવડા અને નિખાલસ સ્વભાવના જાકીરભાઇ માથકિયાને વિપુલભાઈ અને તેમના સાથીઓ સાથે ઘરોબો થયો અને વિપુલભાઈ અને તેના સાથીઓ સાથે ગ્લોસિ કોટેક્ષ અને અન્ય બીજા એકમોમા પાર્ટનરશીપ કરીને મોટા ધંધામાં ઝંપલાવ્યું અને તેમાં ખૂબ સારી સફળતા મળી ગ્લોસી કોટેક્ષ એ વાંકાનેરનું સૌથી મોટું જીનીંગ યુનિટ છે.

જાકીરભાઇ ઉદ્યોગમાં ખૂબ સફળ થયા પરંતુ તેમના સ્વભાવમાં કોઈ ફેરફાર ન થયો મળતાવડો અને નિખાલસ અને જરૂરતમંદોને મદદરૂપ થવું એનો સ્વભાવ રહ્યો છે ત્યારે પાજ ગામમાં મચ્છુ નદીના પૂલના કામમાં જાકીરભાઇનું મહત્વનું યોગદાન રહેલ. આજે ઝાકીરભાઈને તેમનું વિશાળ બિઝનેસ સર્કલ તેમજ તેમના સગા-સ્નેહીઓ,મિત્રો તેમના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 9978665486 ઉપર આપી રહ્યા છે.

જાકીરભાઇ માથકિયાને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….. Happy Birthday