વાંકાનેર: લુખ્ખાઓના ત્રાસથી ધોરણ12ની છાત્રાનો આપઘાત
વાંકાનેર : વાંકાનેરમાં મહિલા અને યુવતીઓની સુરક્ષા પોકળ સાબિત થઈ રહિ હોય તેવી ઘટનાં પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. બે લુખ્ખા શખ્સના ત્રાસથી કંટાળી યુવતીએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા વાંકાનેર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શોકમાં ડૂબેલો વિદ્યાર્થીનીનો પરિવાર હાલ ન્યાયની માંગ કરી રહ્યો છે.
વાંકાનેરના દિગ્વિજયનગર પેડક માં રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરતી છાત્રાએ ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરક થયો છે.
મૃતક યુવતીના પિતા રતિલાલ ગોવિંદભાઈ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે કે આરોપી ગૌરીબેન કેસુભાઈ ઉભડીયા, રાહુલ રમેશભાઈ વોરા બંને રહે પેડક, જીતેન્દ્ર અરજણભાઈ મકવાણા રહે. સીંધાવદર તેમજ પરમાર અખીલ નામથી ખોટું ફેસબુક આઇડી બનાવનાર અજાણી વ્યક્તિએ મૃતક યુવતીનો વિડિયો મોબાઈલ માં ઉતારી ખોટું ફેસબુક આઇડી બનાવી ફરિયાદીની દીકરીને બદનામ કરવાની ધમકી આપી તેમજ આ લુખ્ખાઓએ ગેંગ રેપ કરવાની કોશિશ કરી વારંવાર હેરાન પરેશાન કરતાં હોય જેના કારણે છાત્રાને આપઘાત કરવા મજબૂર કરતાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૩૫૪સી, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો….. એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…