વાંકાનેર:મોમીન શેરમાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
વાંકાનેર : શહેરની મોમીનશેરીમાં રહેતા અનીષાબેન મહમદઅસ્લમ વડાવીયા નામના પરિણીતાએ પોતાના ઘેર છતના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સસરા રહીમભાઇ અબ્બાસભાઈ વડાવીયાએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પરિણીતાના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.