skip to content

તહેવારોની રજા પૂર્ણ થતાં કોરોનાએ સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લાઓમાં પુરાવી હાજરી.

પ્રવાસન સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવાનો સરેઆમ ભંગ: રાજકોટ, મોરબી, જૂનાગઢ, જિલ્લામાં પોઝિટીવ દર્દીઓ નોંધાયા

દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં મીની વેકેશનના માહોલમાં પર્યટન સ્થળો, મંદિરો અને જાહેર સ્થળોએ લોકોનો સમુદાય એકઠો થતા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો સરે આમ ભંગ થયા બાદ સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાનો હાજરી પુરાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ જિલ્લાઓમાં 8 પોઝિટીવ કેસ નોધાવ્યા છે.

કોરોના સામે રક્ષણ આપતી વેકિસન ઝુંબેશમાં કોરોન પર કાબુ મેળવાતા સૌરાષ્ટ્રમાં કોરોના કાબુમાં આવતા લોકો કોરોનાનો ડર ભુલી ગયા હતા તેવા સમયે દિવાળી, નવા વર્ષના તહેવારોમાં રજા પડતા અનેક પરિવારો પર્યટન સ્થળો, દેવદર્શન માટે હરવા ફરવા ઉમટી પડયા હતા. કોરોનાની ગાઈડ લાઈન ભુલી લોકો અનેક સ્થળોએ ભીડ જમાવી હતી. કોરોના વાઈરસ શાંત પડયા બાદ ફરી જાગૃત થયો હોય તેમ રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, જિલ્લામાં ફરી પોઝિટીવ કેસ નોધાયા છે.

રાજકોટ કોર્પોરેશન-2, જૂનાગઢ-2, મોરબી-2, જામનગર-કોર્પોરેશન-1, ગીર સોમનાથ-1 પોઝિટીવ કેસ સહિત 8 પોઝિટીવ કેસ નોધાયા છે જેની સામે રાજકોટમાં 2 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સૌરાષ્ટ્રમાં મૃતથપાય થયેલો કોરોના ફરી સજીવર્ત થવા લાગ્યો છે.

મોરબી જિલ્લામાં ફરી કોરોના માથું ઉચકતો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે કોરોનાનો એક કેસ આવ્યો હતો બાદમાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ આવેલ છે જેથી કરીને મોરબીમાં કોરોના ધીમેધીમે આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે મોરબીમાં ગઈકાલે રવાપર ગામેના એક વ્યકિતને કોરોના આવેલ હતો ત્યારે બાદ આજે મોરબીથી મુંબઈ ગયેલા 40 વર્ષના મહિલાને કોરોનાના લક્ષણ જણાતા તેનો કોરોનાનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવેલ છે. આ મહિલાએ વેકિસનનો એક ડોઝ લીધો હતો. જો કે એક ડોઝ લેવાનો બાકી હતો અને છેલ્લા બે દિવસમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવેલ છે. જેથી કરીને ધીમે ધીમે કોરોના મોરબી જીલ્લામાં આગળ વધી રહ્યો હોય તેવો ઘાટ સર્જાય રહ્યો છે.

આ સમાચારને શેર કરો