ટંકારા ખાતે ગુજરાત આર્યવીર દળની શીતકાલિન પ્રશિક્ષણ શિબિર શરૂ…

By જયેશ ભટાસણા – ટંકારા
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ ભુમી ટંકારા ખાતે ગુજરાત આર્યવીર દળની શીતકાલિન પ્રશિક્ષણ શિબિર શરૂ. આર્યસમાજ ટંકારાના સંયુક્ત નેજા હેઠળ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિસભા અને સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાધાનમા રાજકોટ, અમદાવાદ, આણંદ, જૂનાગઢ, ટંકારા, સુરેન્દ્રનગર વગેરે આર્ય સમાજના 160 શિબિરાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગત તારીખ 9-11 ના શરૂ થયેલ શિબિર આગામી 16-11 સુધી ચાલશે. અનેક નામી અનામી હસ્તી રહશે હાજર

શાંતાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં અને દેવજીભાઈના સંયોજક હેઠળ અશોક પરમાર પ્રવીણ ઠાકર વગેરે બૌદ્ધિક શિક્ષકો અને આર્યના પંડિત સુહાસ શાસ્ત્રીજીના સહયોગથી આર્ય સમાજ ટંકારા આર્ય સમાજ ઓઢવના પંડિત ચંદ્ર પ્રસાદજીઅને ધાંગધ્રાના લાલજીભાઈ ભાવનગરના હિરેનભાઈ વગેરે જેવા વ્યાયામ શિક્ષકોની શારીરિક તાલીમમાં ધ્વજવંદન કરીને શિબિરની શરૂઆત કરવામાં આવી હતી આ તકે દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના ગુરૂકુલ આચાર્ય રામદેવજી, આચાર્ય આર્ય બંધુજી, આચાર્ય કૃષ્ણદેવજી વગેરે જેવા વિદ્વાનોએ પણ પોતાની ભવ્ય ઉપસ્થિતિથી મંચને શણગાર્યો હતો.

આ કેમ્પના મુખ્ય દાતા માવજીભાઈ આર્ય વિદ્યાલયમ્ વાળા છે અને સુરેશચંદ્ર આર્ય પ્રધાન સર્વદેશી આર્ય પ્રતિનિધિ સભાદ્વારા 21000/- નું સમર્થન, 11000/- વતી વિશેષ સહાય અને એક દિવસીય અન્નદાતા તરીકે આર્ય સમાજ આનંદ આર્ય વન વિકાસ ફાર્મ ટ્રસ્ટના વડાશ્રી મનસુખભાઈ આર્ય શ્રેષ્ઠ પુરુષોત્તમ ભાઈ પટેલ ગાંધીધામઆર્ય ફાર્મ શિરવા માંડવી કચ્છના લખમશીભાઈ વાડિયા ના સૌજન્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્મૃતિ શેષ હસમુખભાઈ પરમારના પુત્રો દ્વારા તમામ શિબિરાર્થીઓને શિબિર ગણવેશ આપવામાં આવ્યો હતો.

શિબિરમાં સવારે પાંચ વાગ્યે ઉઠી જાગરણ મંત્રપાઠ, પ્રાત:ક્રિયા અને ઉષાપાન, વ્યાયામ બાદ સ્નાન પછી હવન નાસ્તો ત્યારબાદ સ્વસ્થતા અને તેનુ નિરીક્ષણ પછી સાધન વ્યાયામ આત્મ રક્ષા પ્રવચન બાદ બપોરે ભોજન અને વિરામ બાદ હથિયાર પ્રદર્શન અને તાલિમ સૈનિક શિક્ષા રમત ગમત સંધ્યા પંચસ્થાન રાત્રિ ભોજન ગીત શ્ર્લોક અને મનોરંજન અને રાત્રે 10 વાગ્યે શયન મંત્રપાઠ ની દિનચર્યા હોય છે.

આ સમાચારને શેર કરો