Placeholder canvas

સફળતા: એટલે વળી શુ ? એ કઈ બલાનું નામ છે.

સખ્ત મહેનત એ સફળતા ની ચાવી છે”.આપણને નાનપણ થી જ નિશાળમાં  પેલો સુવિચાર બધા ને ગોખવી દીધો હોઈ છે ક્યારેય વિચાર્યું કે આ સાલી સફળતા વળી છે કઈ બલા ? અહી બધા ને સફળ થવું છે . બધા સફળતા ની પાછળ ભાગે છે. પણ આ સાલી સફળતા છે શું ??

નાનપણ માં જયારે નિશાળમાં આવ્યા ત્યારે ફર્સ્ટ રેન્ક આવે એ સફળ અને બાકી બધા નિષ્ફળ!! ત્યાર થી જ એ નાના બાળક ને “સફળ” થવા માટે ગધ્ધા મજુરી કરવા ની ટેવ પાડી દેવામાં આવે છે . જે બાળક બહાર રમવા નાં જાય , ટીવી નાં જોવે ,વિડીયો ગેમ્સ નાં રમે સતત ભણવામાં રચ્યો પચ્યો રહે એને હોશિયાર ગણવામાં આવે , વાહ વાહ કરવામાં આવે . એનો ફર્સ્ટ રેન્ક આવે તો એને સફળ ગણવામાં આવે . ફર્સ્ટ રેન્ક લાવવો એ જ જીંદગી છે ? એ લાવવા માટે એને એક વર્ષ બાગાડ્યું , ખુશીઓ ને દબાવી એનું શું ? પણ હું તો એવું માનું છું કે સાચો સફળ અને હોશિયાર બાળક એ છે જે રમતા રમતા  સારા માર્ક્સ લાવી પાસ થાય પછી ભલે ને એનો રેન્ક એવરેજ હોઈ !

આ જ વાત જીવન માં પણ લાગુ પડે છે . કેટલાક લોકો “કહેવાતી સફળતા” માટે જીંદગી વેડફી નાખતા હોઈ છે . અમુક લોકો માટે સફળતા એટલે – એના ફ્રેન્ડ્સ કે રીલેટીવ થી વધુ કમાવું  અને એ માટે   દુનિયાને શું ગમશે એ વિચારી ને પોતાના નિર્ણયો લેવા .અરે ભાઈ ! એ એમની જીંદગી છે એમને એને ગમ્યું એમ કર્યું અને એ “સફળ” થયો . એનો મતલબ એ નથી કે એને કર્યું એ જ તારે કરવું . હા માર્ગદર્શન ચોક્કસ લઇ શકાય .  હજુ પ્રશ્ન તો એ જ છે આ સફળતા શું છે ? મારે એન્જીનીયર બનવું છે અને હું એન્જીનીયર બની ગયો એટલે હું સફળ ?

એક સીધી વાત છે , સમજાય એવી વાત છે અને થોડી વિચારી શકાય એવી વાત છે કે સફળતા એ મૃગજળ જેવું છે . જ્યાં તમે ક્યારેય નાં પહોચી શકો .  એક ઉદાહરણ લઈએ . તમે નાના હોઈ એટલે ફર્સ્ટ આવવું એ ને જ સફળતા માનતા હોઈ . એનાં માટે તનતોડ મહેનત કરી ને તમે ફર્સ્ટ લાવો . પછી તમને લાગે આતો હજુ કાઈ નથી ૧૦/૧૨ માં બોર્ડ માં નંબર લાવો તો સફળ ગણાવ . એના માટે મહેનત કરો પછી કોલેજ માં જાવ . ત્યાં સાચી હકીકત સમજાય કે સારી જોબ મળે એને સફળતા ગણાય . જોબ ચાલુ કરો ત્યારે એમ લાગે આમાં કઈ નથી રાખ્યું બિઝનેસ કરો તો સફળ થાવ ….. આનો ક્યાય અંત જ નથી . સફળતા એ માનસિક ભ્રમણા છે જે ક્યારેય મળતી નથી , મળે છે તો પણ ક્ષણિક હોઈ છે. 

એક  સરસ મજાની નાની વાર્તા છે . એક નાનું માછીમાર નું ગામ હોઈ છે . એ લોકો રોજ સવારે ૩-૪ કલાક મચ્છીમારી કરે , થોડી વેંચી રૂપિયા કમાય અને  ખાવા પીવાનું થઇ જાય . બાકી નાં સમય માં એકબીજા ને મળે , રમતો રમે , પત્ની બાળકો સાથે સમય પસાર કરે . એવામાં એક દિવસ ત્યાં કોઈ મોટો બિઝનેસ મેન આવી ચડ્યો . એને જોયું કે આ લોકો કેટલો સમય વેડફે છે . એને લોકો ને ભેગા કર્યા અને સમજાવ્યું ” તમે લોકો રોજ ૩ જ કલાક કામ કરો છો એના બદલે તમે ૭-૮ કલાક કામ કરી ત્રણ ગણી માછલીઓ પકડી શકો .  એટલે તમે ત્રણ ગણું કમાય શકો . અત્યારે તમારા પાસે છે એના થી ત્રણ ગણા રૂપિયા મળે . તમે મોટા મકાન બંધાવી શકો , સારું સારું ખાઈ શકો . વધુ મહેનતા કરો તો હજુ વધુ મળે અને તમે સફળ થાઓ . તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકો .” ત્યારે ગામવાળાઓ એ મસ્ત જવાબ આપ્યો ” એના માટે આટલું બધું કરવાની શું જરૂર . અમે અત્યારે પણ ખૂશ જ છીએ . સારું સારું ખાઈએ  છીએ . અમારી બધી ઈચ્છાઓ પૂરી પણ થઇ જાય છે તો વધુ કામ કરવાની શું જરૂર ?”  

સાચી સફળતા એ જ કે તમેં જીંદગી નાં મેક્સિમમ સમય ખૂશ રહી શકો . તમને ગમતું કામ કરી શકો , તમને ગમતા નિર્ણયો લઇ શકો ( હા તમને ગમતું કામ કરવા માં અનેક મુશ્કેલીઓ હોઈ છે કારણ કે જે તમને ગમે છે એ સામાન્ય રીતે લોકોને  શરૂઆત માં ગમતું હોતું નથી ) . તમને ગમતા લોકો ને મળી શકો , સાથે સમય પસાર કરી શકો , તમને ગમતા સ્થળોની મુલાકાત લઇ શકો ત્યાં ટાઈમ સ્પેન્ટ કરી શકો એ જ સફળતા . -એમ.અયુબ

આ સમાચારને શેર કરો