Placeholder canvas

મોરબી: નવા વર્ષનું ક્રાઇમનું ખાતું ભડાકાથી ખુલ્યુ, માધાપર વિસ્તારમાં ફાયરિંગ..!!

મોરબી: નવા વર્ષની પ્રથમ રાત્રિએ મોરબીના માધાપર વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ બનાવની મળેલ વિગત મુજબ મોરબીના માધાપર શેરી નં ૧૮-૧૯ વચ્ચે ચોકમાં બાળકોના ઝઘડા બાબતે થયેલ બોલાચાલી બાદ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોત જોતામાં ઝઘડામાં કોઈ શખ્સ અચાનક બંદૂકમાંથી ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગમાં સની કાંતિલાલ ડાભી તેમજ તુલસી શંખેશરીયા નામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

આ બન્ને ઇજાગ્રસ્તોમાંથી તુલસી નામના વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને સની ડાભી નામના વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસના પીઆઈ એચ.એ.જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખાલી કારતૂસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા માધાપરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

આ સમાચારને શેર કરો