Placeholder canvas

વાંકાનેરમાં પ્રાંત અધિકારી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માટે કડક અમલવારી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં લોકડાઉન હોવાં છતાં જાહેર જનતા દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો અને જાહેર નામાંના ધજીયા ઉલાળતો હોય તેવો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. જે સમગ્ર હકીકત પ્રકાશમાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું ત્યારે ગઇકાલે વાંકાનેર પ્રાંત અધિકારી એન. એફ. વસાવા માર્કેટ ચોક ખાતે પહોંચ્યા હતા અને ૨ કલાક જેટલો ખરા તડકે પડાવ નાખી લોકોમાં નિયમોનું કડક પાલન થાય તે માટે કડક કાર્યવાહી કરી હતી. જાહેરનામાં ભંગ અને ગાઈડ લાઈન ભંગ કરતાં ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી ઉપરાંત વાંકાનેર સીટી પોલીસ મથકના પી.એસ.આઇ. પી.સી. મોલિયા તેમજ પોલીસ જવાનો સાથે રહ્યા હતા.

જેમાં બાઈકમાં એક કરતાં વધુ સવારી વાળાઓના બાઇક જપ્ત કરેલ તેમજ બિનજરૂરી બહાર નીકળતા લોકોને કડક સુચના આપવામાં આવેલ તેમજ વાંકાનેર શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ બ્લોક કરી નેશનલ હાઈવે ખાતે ચેકપોસ્ટ બનાવી શહેરમાં પ્રવેશતા તમામ લોકોની ખરાઈ કરવામાં આવી રહી છે જેથી વાંકાનેર શહેરમાં કામ સીવાય કોઈ અન્ય લોકો ખોટા પ્રવેશ ન કરે.

વાંકાનેરમાં વહીવટી તંત્ર અને પોલીસ હવે કડક બન્યું છે બિનજરૂરી લોકો વાંકાનેરમાં આવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી જે કોરોનામાં ખતરારૂપ બની શકે છે તેમજ બાઈકમાં ડબલ સવારી આવતા લોકોને તેમજ બિન જરૂરી રીતે વાંકાનેરમાં આવતા લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે અને આવવાનું કારણ પૂછિને જ એન્ટ્રી આપવામાં આવે છે. જેથી લોકોએ કામ વગર વાંકાનેર શહેરમાં ન જવું અને બાઈકમાં ડબલ સવારીમાં ન જવું….

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો