સરધારકામાં જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરતા યુવકના હાથનો અંગુઠો કપાયો
વાંકાનેર : સરધારકામાં જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરતા યુવકના હાથનો અંગુઠો કપાયો ગયો હતો. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે તા. 28ના રોજ ફરિયાદી ભોપાભાઇ રાણાભાઇ ધરજીયા (ઉ.વ. ૬૦ ધંધો રહે. સરધારકા ગામની સીમમાં વાડીએ) ખીમાભાઇ ભલાભાઇ મકવાણાની વાડીએથી ચા-પાણી પી પોતાની વાડીએ જતા હતા ત્યારે આરોપીઓ કેશાભાઇ અમરશીભાઇ, વિક્રમભાઇ કેશાભાઇ તથા રત્નાભાઇ કેશાભાઇ (રહે. ત્રણેય સરધારકા ગામની સીમ)એ ફરીયાદીને અગાઉ મનદુખ હોય તેનો ખાર રાખી ‘અમોને અગાઉ કેમ ગાળો આપતો હતો’ તેમ કહી આરપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ તેમજ લાકડી વતી ફરીયાદીને ડાબા પગે માર મારી તથા લોખંડના પાઇપ વતી શરીરે મારમારી મુંઢ ઇજા કરી હતી. તેમજ નરવીરભાઇ ભોપાભાઇને કેશાભાઇએ ધારીયાનો એક ઘા મારતા ડાબા હાથનો અંગુઠો કપાય ગયેલ છે. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…