વાંકાનેર: ગુટકા, તમાકુ, બીડી અને ઠંડાપીણા ઉપર કાયમી પ્રતિબંધ મુકવાની કોંગ્રેસના કડીવારની CMને અપીલ

હાલમાં કોરોનાવાયરસની અસરના કારણે લોક્ડાઉન ચાલુ છે ત્યારે તમાકુ બીડીની ભારે શોર્ટેજ ઊભી થઈ છે અને કાળાબજાર થઈ રહ્યા છે. ત્યારે વાંકાનેરના કોંગ્રેસના અગ્રણી મહંમદભાઈ કડીવારે ગુટકા તમાકુ બીડી અને ઠંડા પીણા ઉપર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગણી સાથેનો CMને પત્ર લખ્યો છે.

તેઓએ પત્રમાં લખ્યું છે કે હાલમાં કોરોનાવાયરસ ની અસર આખી દુનિયામાં છે અને ગુજરાતમાં લોક્ડાઉન ચાલી રહ્યું છે ત્યારે વ્યસનની વસ્તુની બજારમાં ભારે તંગી ઉભી થઇ છે, ત્યારે મારી આપ સાહેબ સમક્ષ માગણી છે કે ગુટકા તમાકુ બીડી અને ઠંડા પીણા પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકો….

અત્યારે લોકો સ્વચ્છ અને તંદુરસ્ત રહે છે કારણ કે બજારમાં અત્યારે ગુટકા તમાકુ બીડી અને ઠંડા પીણાં મળતા ન હોવાથી લોકો સ્વચ્છ રહે છે અને હોસ્પિટલમાં પણ ભીડ જોવા મળતી નથી, આથી જાણવા મળ્યું કે લોકો તમાકુ ગુટકા બીડી અને ઠંડા પીણાના કારણે બીમાર પડી રહ્યા છે. જેથી આ તમામ વસ્તુ પર કાયમી પ્રતિબંધ મૂકવાની મોરબી જિલ્લા કોંગ્રેસના માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન મહમદભાઇ કડીવારે મુખ્યમંત્રીને અપીલ કરતો પત્ર લખ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો