હળવદમાં મોડી રાત્રીના સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી: ૨૨૬૭ બોટલ દારૂ પકડાયો.

હળવદ : હળવદમાં મોડી રાત્રીના સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને શક્તિનગર પાસેથી દારૂના જથ્થા સાથે બે શખ્સો અને એક મેટાડોર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર પાસે ગત મોડી રાત્રીના ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમે દારૂ ભરેલી મેટાડોરને ઝડપી પાડી હતી. આ મેટાડોરમાંથી ૨૨૬૭ બોટલ (કિ.રૂ. ૮.૧૫ લાખ) દારૂનો જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે કુલ રૂપિયા રૂ. ૧૧.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેમજ આ દારૂના જથ્થા પાછળ હજુ કોણ-કોણ સંકળાયેલા છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •