મોરબી પેટા ચુંટણી : બ્રિજેશ મેરજા VS જયંતીભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર
પેટા ચુંટણી જંગ માટે કોંગ્રેસે જયંતીભાઈ પટેલને ટીકીટ આપી
મોરબી પેટા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીય પક્ષોએ પ્રતિષ્ઠાના જંગ સમાન પેટા ચુંટણી જંગ માટે કમર કસી છે જેમાં રવિવારે ભાજપે સત્તાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કર્યા બાદ તમામની નજર કોંગ્રેસ પક્ષના ઉમેદવારની જાહેરાત પર જોવા મળતી હતી જે ઇન્તજારનો પણ અંત આવ્યો છે.
આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે મોરબી પેટા ચુંટણી જંગ માટે જયંતીભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે જેથી હવે મોરબી પેટા ચુંટણી જંગમાં જયંતીભાઈ પટેલ વિરુદ્ધ બ્રિજેશ મેરજા વિરુદ્ધ સીધી ટક્કર જોવા મળશે મોરબીના રાજકારણમાં ત્રીજા મોરચાએ ક્યારેય ખાસ ચમત્કાર દર્શાવ્યો નથી જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે તેવું રાજકીય નિષ્ણાંતો માને છે.