વાંકાનેરની જ્ઞાનગંગા અને રાતીદેવડી શાળા ખાતેથી કૃમિનાશક દવા આપવાના કાર્યક્રમનો પ્રારંભ
જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ : જિલ્લાના 1થી લઈને 19 વર્ષના કુલ 2,51,353 બાળકોને અપાશે દવા
મોરબી : મોરબી જિલ્લામાં કૃમિનાશક દિવસ અંતર્ગત 768 પ્રા.શાળા, 214 માધ્યમિક શાળા મળી કુલ 1843 સંસ્થાના 1થી લઈને 19 વર્ષના કુલ 2,51,353 બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાના કાર્યક્રમનો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કુલ તથા રાતી દેવડી કુમાર પ્રા.શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો.
આ શુભારંભ કાર્યક્રમમાં રાતી દેવડી કુમાર પ્રા.શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરા, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.વિપુલ કરોલીયા, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર તથા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમની સાથે મોરબી જિલ્લાના મેલેરિયામાં હાઇરિસ્ક ગણાતા ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું જે આગામી સમયમાં વિતરણ કરવાનું છે. તેમનું પ્રતીક સ્વરૂપ સગર્ભા માતાઓને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.