Placeholder canvas

આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ… ફોર્મ ક્યાંથી મળશે? જાણવા વાંચો

સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિદ્ધ થયું છે. એ મુજબ આજથી ફોર્મ આપવાના અને ભરેલા ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

આજે પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ 8 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, 15મી ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી થશે અને ૧૬મી ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચી શકાશે અને જે સીટ બિન હરીફ નથી થઇ તેવી સીટો પર ૨૮મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવામાં આવશે. અને મતગણતરી ૨જી માર્ચના રોજ કરવામાં આવશે. આ ચૂંટણીમાં મતદાનનો સમયે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે.

જિલ્લા પંચાયતની સીટના ચૂંટણીનાં ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં સ્વીકારશે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતમાં વાંકાનેરમાં આવતી કુલ ૬ સીટના ફોર્મ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પ્રમુખની ચેમ્બરમાં બેસતા ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ મળશે અને ત્યાં જ સ્વીકારવામાં આવશે.

તાલુકા પંચાયતની સીટના ચૂંટણીનાં ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં સ્વીકારશે?

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકોની કામગીરી બે ભાગમાં વહેંચવામાં આવી છે 12 તાલુકા પંચાયત સીટની ચૂંટણી તમામ કામગીરી તાલુકા પંચાયતમાં થશે અને બીજી ૧૨ તાલુકા પંચાયત સીટની ચૂંટણી કામગીરી મામલતદાર ઓફિસ ભરથી થશે.

મામલતદાર કચેરીને ફાળવેલ તાલુકા પંચાયતની સીટની યાદી

1અરણીટીબા, 6 ગારીયા, 9 કણકોટ, 10 ખખાણા, 11 કોઠી, 13 મહીકા 15 મેસરીયા, 18 પીપળીયારાજ, 19 રાજાવડલા, 20 રાતડીયા, 23 સીંધાવદર, 24 તીથવા.

તાલુકા પંચાયતને ફાળવેલ તાલુકા પંચાયતની સીટની યાદી

2 ચંદ્રપુર, 3 ચિત્રખડા, 4 ઢુવા, 5 ગાંગીયાવદર, 7 હસનપર, 8 જેતપરડા, 12 લુણસર, 14 માટેલ, 16 પંચાસર, 17 પંચાસીયા, 21 રાતીદેવડી, 22 સરધારકા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો