વાંકાનેર: બુટલેગર પાસા હેઠળ જેલહવાલે

વાંકાનેર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં માથાભારે શખ્સોને ‘પાસા’ના કાયદા હેઠળ જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ભરત દેવજીભાઈ દરજીયા (ઉ.વ. 39, રહે. કુમારપરા)ની ‘પાસા’ હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેમજ તેને સુરતમાં લાજપોર જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બુટલેગર ભરત પ્રોહિબિશનના કેસનો આરોપી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •