કાલે ધુળેટી પર્વે આપા ગીગાના ઓટલે ભક્તો માટે વિશિષ્ટ પ્રસાદનું આયોજન

આવતી કાલે લોકો ધુળેટી પર્વ ઉજવવા થનગની રહ્યા છે ત્યારે આવતીકાલે ચોટીલા આપા ગીગાના ઓટલાની જગ્યામાં શ્રીખંડ સહિતના વિશિષ્ટ પ્રસાદનું આયોજન કરાયું છે.

ચોટીલા નજીક આવેલ જગ્યામાં મહંત નરેન્દ્રબાપુ, ગુરુ જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી)એ જણાવ્યું છે કે સમગ્ર કપરા કોરોના કાળમાં પણ ઓટલામાં પ્રસાદની અવિરત સેવા ચાલુ રહી હતી. તાજેતરમાં શિવરાત્રીના મેળામાં પણ અન્નક્ષેત્ર શરુ કરાયું હતું તો આ ધાર્મિક પરંપરાઓ આગળ વધારતા ધુળેટી પર્વે શુક્રવારે જગ્યા પર ભક્તો માટે વિશેષ પ્રસાદ રખાશે.

શ્રીખંડ, લાઇવ ઢોકળા, રોટલી, શાક સહિતનું ભોજન પીરસવામાં આવશે. તહેવાર પર ચોટીલા આવતા ભક્તો અને અન્ય લોકોને પણ આ વિશેષ પ્રસંગનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો છે.

આ સમાચારને શેર કરો