Placeholder canvas

ટંકારા:દોઢ દશકાથી કામગીરી કરતા 108ના ફિલ્ડ પાયલોટ સલીમ ભૂંગરનું વિશિષ્ઠ સન્માન

દોઢ દશકાથી નિસ્ઠા પૂર્વક કામગીરી કરતા ઇમર્જન્સી 108ના ફિલ્ડ પાયલોટ સલીમ ભૂંગરનું વિશિષ્ઠ સન્માન : અનેક ગંભીર અકસ્માતમાં યમરાજ પાસેથી પ્રાણ પાછા લાવી અનેક પરીવારોને ઉજળતા બચાવ્યા છે.

મુળ ટંકારા ગામના વતની અને હાલ મોરબી જીલ્લામાં ફિલ્ડ પાઈલોટ તરીકે કાર્યરત સલીમ ભૂંગર છેલ્લા 15 વર્ષથી ઇમર્જન્સી 108 સંસ્થામાં પુરી નીસ્ઠા અને ઈમાનદારી પૂર્વક કામગીરી કરી જીંદગી અને મોતની લડાઈ લડતા માનવી માટે રાત દિવસ જોયા વગર હોસ્પિટલ પહોંચાડી અનેક નાગરિકોના પ્રાણ બચાવ્યા છે. જેની સેવામાં આજ રોજ 15 વર્ષ પૂર્ણ થતા મોરબી જિલ્લા 108 ટિમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી ને બિરદાવી પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર, EME નિખિલ બોકડે સહિતના સાથી કર્મચારીઓ દ્રારા શુભેચ્છા અને સાલ ઓઢાડી મો મીઠુ કરવા કેક કાપી તેમનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.

સલિમ ભુગરે ભાવ વિભોર થતા જણાવ્યું હતું કે કોરોના કાળ અને મચ્છુ નદીમાં ઝુલતા પુલની રાતો હજી કંપાવીને વિચારોના વમળમાં લઈ જાય છે. કેસ વખતે અમોને એના પ્રાણ બચાવવા હોસ્પિટલમાં પહોંચવા સિવાઈ કાઈ સુઝતુ નથી અને આ કાર્ય માટે મને મોકો મળ્યો એ માટે ભાગ્યશાળી હોવાનું જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો