કોન બનેગા કરોડપતિના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપથી લોકોને સાવચેત રહેવાની SPની અપીલ

મોરબી જિલ્લા પોલોસ વડાએ નવતર પ્રકારના સાઇબર ક્રાઈમથી લોકોને સચેત રહેવાની અપીલ કરી

મોરબી : ટીવી શો કોન બનેગા કરોડપતિનો ગેમ શોની ભારે લોકપ્રિયતાને પગલે કેટલાક લેભાગુ તત્વોએ નવતર પ્રકારનો સાઇબર ક્રાઈમ કરીને લોકોને છેતરી રહ્યા છે.

જેમાં લેભાગુ તત્વો આ પ્રકારના વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકીને તેમાં એડ કરીને ઠગાઈ કરતા હોવાનું સાઇબર સેલના ધ્યાને આવતા મોરબી જિલ્લા પોલીસ વડાએ લોકોને આવા વોટ્સએપ ગ્રુપથી સાવચેત રહીને સાઇબર ક્રાઇમથી બચવાની અપીલ કરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાએ લોકોને આ નવતર પ્રકારના સાઇબર ક્રાઇમથી બચવા અંગે અપીલ કરી હતી કે, સંરક્ષણ મંત્રાલય ભારત સરકારના સાઇબર સેલ દ્વારા ચોકવાનારી બાબત ધ્યાને આવી છે કે, ટીવી ગેમ શો કોન બનેગા કરોડપતિની લોકપ્રિયતાનો લાભ લઈને કેટલાક લેભાગુ તત્વો લોકોને પોતાના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈને સાઇબર ક્રાઇમનો ગુનો આચરે છે. જેમાં મોબાઈલ નંબર 923040943299 અને 923077902877 આવા ગ્રુપના એડમીન છે તેના દ્વારા છેતરપીંડીના ગુના આચરવવામાં આવી રહ્યા છે.

આથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રજાજનોને સૂચિત કરવામાં આવે છે કે, જે લોકો આવા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તેને તાત્કાલિક ગ્રુપ છોડી દેવું, દરેકના વોટ્સએપ સેટીંગમાં Setting>Account>Privacy>Groups>Check”MY CONTACT” Option> Done આ રીતે ફેરફાર કરવો જેથી અજાણ્યા લોકો તમને આવા ગ્રુપમાં એડ ન કરી શકે અને આવા સાઇબર ક્રાઈમથી લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે.

આ સમાચારને શેર કરો