વાંકાનેર: ASI હાજીભાઇ હજ્જ પઢીને પરત ફરતા તાલુકા પૉલીસ સ્ટાફ દ્રારા અભિવાદન કરાયુ
વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ હાજીભાઈ મહમદભાઇ હજ્જ પઢવા ગયેલ તેવો હજ્જ પડીને પરત ફરતા તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ સમાજના લોકોને દિલની તમન્ના હોય છે કે તેઓ જિંદગીમાં એક વખત હજ્જ પઢવા જાય અને ત્યાં પેગમ્બર સાહેબ ના રોજ (મદીના) અને અલ્લાહના ઘર કાબાના (મક્કા) દીદાર કરે, હજ્જ પઢવા જનાર લોકોને મુસ્લિમ સમાજમાં નસીબદાર માનવામાં આવે છે. તેમજ જે લોકો આર્થિક રીતે સુખી સંપન્ન છે તેમના ઉપર જિંદગીમાં એક વખત હજ્જ પઢવી ફરજ છે.
આ વર્ષે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સેવા બજાવતા એએસઆઇ હાજીભાઈ મહમદભાઇ પોતે હજ્જ પઢવા ગયા હતા અને તેઓ મક્કા અને મદિના જઈને હજજના તમામ અરકાન (વિધિ) પૂરા કરીને પરત ફર્યા હતા. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના psi ઍસ.ઍ.ગોહીલ સહિતના સમગ્ર સ્ટાફે તેમનું અભિવાદન કરીને મુબારકબાદી પાઠવી હતી.