મોરબી: સોની વેપારીઓનું લાખોની કીમતના સોના સાથે છુમંતર…

મોરબી: સોની વેપારીનું ૪૨૦ ગ્રામ સોનું લઈને બંગાળી કારીગર ફરાર થઇ જતા સોની વેપારીએ ૧૨.૬૦ લાખના સોનાની છેતરપીંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા વિરલભાઈ મનહરભાઈ આડેસરાએ ફરિયાદ નોંધાવી છે કે તેને તથા અન્ય વેપારીઓએ આરોપી ઘનશ્યામ ભાસ્કરભાઈ સરદાર રહે હાલ ગાંધીબજાર હવેલી શેરી મોરબી મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળાને સોનાના દાગીના બનાવવા એક વર્ષમાં કટકે કટકે મળીને ૪૨૦ ગ્રામ જેટલું સોનું આપ્યું હોય જે સોનાની દસ ગ્રામ કીમત રૂ ૩૦,૦૦૦ ગણીને કુલ ૧૨.૬૦ લાખનું સોનું આપવામાં આવ્યું હોય તે ઉપરાંત સોની બજારમાં અન્ય વેપારીના ઘરેણા બનાવવા માટે આપેલ સોનું આરોપી ઘનશ્યામ સરદાર રહે પશ્ચિમ બંગાળ વાળો લઈને જતો રહ્યો છે જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો