વાંકાનેર: તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચની કારનું અકસ્માત
કાર કોઈ કારણોસર ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટકરાઇને પલટી ગઈ કોઈ ઇજા નહીં….
વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ આજે સવારે પોતાના ગામ વાંકીયાથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટકરાઇને પલટી ગઈ હતી સદનસીબે કોઇને કોઇ પણ પ્રકારની ઈજા થઈ નથી.
મળેલી માહિતી મુજબ આજે સવારે ગુલમહંમદભાઇ બ્લોચ વાંકીયા થી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં કારમાં કોઇ ખરાબી થતાં કાર ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ હતી અને પલટી ગઈ હતી ગુલમહંમદભાઇ બ્લોચ કારનો કાચ તોડીને બહાર નીકળી ગયા હતા તેઓને કોઇ પણ પ્રકારની ઈજા થઈ નથી.
ગુલમહંમદભાઇ બ્લોચની કારનું અકસ્માત થયાના સમાચાર મળતા રસ્તા પર પસાર થતા તેમજ તેમના ગામના લોકો દોડી આવ્યા હતા અને ગુલમહંમદભાઇ બ્લોચ ખબરઅંતર પૂછ્યા હતા અને ગુલમહંમદભાઈને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હોવાનું જાણીને રાહતનો શ્વાસ લીધો હતો.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…