વાંકાનેર: શક્તિપરામાંથી સોનુ ઉર્ફે છોટુ દારૂ સાથે ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર શક્તિપરા વિસ્તારમાં ખંઢેર મકાનમાં વિદેશી શરાબની નવ બોટલ છુપાવનાર સોનુ ઉર્ફે છોટુને પોલીસે દબોચી લઈ રૂપિયા 2700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વાંકાનેર સિટી પોલીસે બાતમીને આધારે શક્તિપરા વિસ્તારમાં દરોડો પાડી બંધ મકાનમાં શરાબની નવ બોટલ છુપાવનાર સમીર ઉર્ફે સોનુ ઉર્ફે છોટુ દિલીપભાઇ ઉર્ફે દિલાવરભાઇ રાઠોડને વિદેશી દારૂની કાઉન્ટી ક્લબ ડીલક્સ વ્હીસ્કીની બોટલ નંગ-09 કી.રૂ.2700નો મુદામાલ કબ્જે કરી સોનુ ઉર્ફે છોટુ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.