Placeholder canvas

ભારે કરી: રાજકોટમાં ઓક્સિજનનાં બાટલા સમજી નાઈટ્રોજનનાં બાટલા કોઈ ચોરી ગયુ

  • ઓક્સિજનનાં બાટલાની તીવ્ર અછત વચ્ચે

રાજકોટ :હાલમાં કોરોનાને કારણે ઓકસીજનનાં બાટલા મળવા મુશ્કેલ બની ગયા છે, ત્યારે શહેરમાં કોઈ જરૂરીયાત મંદે ગઈકાલે રાત્રે ઓક્સિજન સમજી નાઈટ્રોજનનાં ચાર બાટલાની ચોરી કરતા પોલીસે આજે ચોરી કરનારાઓને અપીલ કરવી પડી હતી કે, આ નાઈટ્રોજનનાં બાટલા દર્દીઓને ભુલથી પણ ચડાવતા નહી નહીતર ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાશે.

વિગત એવી છે કે, ભાવનગર રોડ પર આર.એમ.સી. કચેરી સામે બાલકૃષ્ણ કોલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓક્સિજન હાઈડ્રોજન અને નાઈટ્રોજનના બાટલા સપ્લાય કરવાની પેઢી આવેલી છે. જયાંથી ગઈકાલે રાત્રે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ઓક્સીજનનાં સમજી નાઈટ્રોજનનાં ચાર બાટલાની ચોરી કરી ભાગી ગયા હતાં.

જે અંગે જાણ થતા પોલીસ પહોંચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે આજે યાદી બહાર પાડી જાહેર કર્યું હતું કે, ઓક્સિજનના સમજી ચોરી જવાયેલા બાટલા ખરેખર નાઈટ્રોજનનાં છે જેથી આવા બાટલાની કોઈએ ખરીદી કરવી નહીં જો ભુલથી દર્દીને તે બાટલા ચડાવી દેવામાં આવશે તો તેની સ્થિતિ ખુબ જ ગંભીર બની જશે.

થોરાળા પોલીસે આ અંગે તપાસ ચાલુ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ કોઈ પ્રોફેશ્નલ ચોરનું કામ નથી પરંતુ કોઈ જરૂરીયાતમંદ બાટલા ચોરી ગયા છે. કારણ કે, સ્થળ પર બીજા આઠથી દશ નાઈટ્રોજનનાં બાટલા પણ પડયા હતાં. જો પ્રોફેશ્નલ ચોર હોય તો બધા બાટલા ચોરી જાત પરંતુ આ કિસ્સામાં માત્ર ચાર બાટલાની જ ચોરી થઈ હોવાથી જરૂરીયાત મંદ હોય તેમ જણાય છે.

પોલીસને ચોરી કરનારાઓનાં સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. જેના આદારે તપાસ આગળ ધપાવાઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો