Placeholder canvas

વાંકાનેર: પરપ્રાંતિય મહિલા મજૂરને સાપ કરડતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક યુવતીને સાપ કરડતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભુતભેડા ગામના વતની અને હાલ વાંકાનેરના પાડધરા ગામ પાસે રહેતા 27 વર્ષીય કાળીબેન વિનોદભાઇ ડામોર ગત તા. 9ના રોજ સદભાવ સ્ટોન ક્રસરની ઓરડીમાં પાણાની બાજુમાં સુતા હતા. ત્યારે સર્પ કરડતા સારવારમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ડોકટરે તપાસી તેનું મૃત જાહેર કરેલા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો