Placeholder canvas

વાંકાનેર: આજે પીપળીયારાજ ખાતે મર્હુમના ઇસાલે સવાબ માટે રોપા વિતરણ

વાંકાનેર : ઓક્સિજન નું મહત્વ શું છે એ આપણે સૌ આ કોરોના મહામારીમાં ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છે, પૈસા આપવા છતાં પણ ઓક્સિજન મળતો ન હતો અને ઓક્સિજનના આભાવના કારણે કેટલાક લોકોએ તો જાન પણ ગુમાવી પડી છે. જ્યારે કુદરત ઓક્સિજન વિનામૂલ્યે પુરો પાડે છે. તો આપણે સૌએ કુદરતે ગોઠવેલા માળખામાં ઓક્સિજન ઉત્પાદન કરતા વૃક્ષો વાવવા જોઇએ. આપણું ઘર, ગામ, વિસ્તારને શુદ્ધ ઓક્સિજન મળે રહે તેમાટે વૃક્ષ વાવવાનું યોગદાન આપવું રહ્યું…

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે આજે માથકીયા પરિવારના બે યુવાનોએ સમાજની પરંપરા થી કઈક અલગ પોતાના પરિવારના મોભી મર્હુમ માથકિયા હુસેન ઇબ્રાહિમ હાજીસાહેબના ઇસાલે સવાબ માટે (યાદમાં) આજે તા.૧૧-૬-૨૦૨૧ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે ઇદગાહની સામે મેઈનરોડ પર અહેમદભાઈ માથકિયા અને તોસીફભાઈ માથકીયા (રાજકોટ) તરફથી આસોપાલવ, લીમડો, જામફડી, જાંબુડા, લિંબુડી, વિગેેેરે રોપાનું ફ્રીમાં વીતરણ કરવામાં આવશે.

જે લોકો પોતાનું ઘર વિસ્તાર અને ગામને હરીયાળુ કરવા માંગતા હોય અને કુદરતી રીતે શુદ્ધ ઓક્સિજન મેળવવા ઈચ્છતા હોય તેવા લોકોએ આજે રોપા લઈ આવવા, એક વ્યક્તિને વધુમાં વધુ પાંચ રોપા આપવામાં આવશે.

મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રના તાજા સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યૂઝની એપ ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો.

આ સમાચારને શેર કરો