Placeholder canvas

મોંઘવારી: સીંગતેલનો ભાવ 3100 રૂપિયાને પાર

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે એવામાં સીંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચી ચૂક્યો છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા છે, જેને કારણે ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે સીંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ વેરવિખેર થઈ ચૂક્યું છે.

હાલમાં માલની ભારે અછત વર્તાઈ રહી છે. માલના અભાવે 95 ટકા મિલો બંધ છે, માત્ર 5 ટકા જેટલી મિલો ચાલુ છે, જે પણ રેગ્યુલર ચાલુ રાખી શકાતી નથી. સામાન્ય રીતે બે મહિના ઉત્તરપ્રદેશથી આવતી મગફળી પર આધાર રાખવો પડતો હોય છે, પણ ચાલુ વર્ષે ત્યાં ધારણા કરતાં વરસાદ ખૂબ વહેલો થતાં પાકને મોટું નુકસાન થયું છે, જેને કારણે છેલ્લા બે મહિનામાં ઉત્તરપ્રદેશથી મગફળીની આવક નહીં હોવાને કારણે માલની અછત સર્જાઈ છે.

આ સમાચારને શેર કરો