Placeholder canvas

રાજ્યની પ્રથમ અને દેશની આઠમી પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન…


વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમ્પસના એન્ટ્રન્સ ગેટ પર રાજ્યની પહેલી અને દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ગુરૂવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પોપ્યુલેશન ક્લોકમાં દેશ અને ગુજરાતની વસ્તીના રિયલ ટાઇમ આંકડા જોવા મળશે.

આ ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનો અભ્યાસ કરતા એક મિનિટમાં દેશમાં 34 લોકોની વસ્તીનો વધારો થાય છે અને રાજ્યમાં 1.10 મિનિટમાં 2 લોકોની વસ્તીનો વધારો થાય છે. MS યુનિવર્સિટીમાં લાગેલુ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક પ્રમાણે ભારત દેશની વસ્તીની હાલ 1.43 અબજથી વધારે છે અને ગુજરાતની વસ્તી હાલ 7.19 કરોડથી વધુ છે.

આ સમાચારને શેર કરો