Placeholder canvas

સિંધાવદરમાં રેલ્વે નાલાનું ખાતમુરત થયાના બીજા દિવસે કામ શરૂ… લોકોમાં ખુશી…

વાંકાનેર : સિંધાવદર ગામ પાસે રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશામાં આવેલી ફાટક નં.101 રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવતા સિંધાવદરના પૂર્વ સરપંચ ઇસ્માઈલ આઈએમપી એ રેલવેમાં અને સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને આ બાબતે લેખિત તેમજ રૂબરૂ મળીને મૌખિક અંડર બ્રિજ બનાવવા માટેની રજૂઆતો કરી હતી.

આ રજૂઆતને ધ્યાનમાં લઈને સિંધાવદર પાસે આવેલી 101 નંબરની ફાટક પાસે અંડરબિટ મંજુર કરવામાં આવ્યું હતું અને તેમનું ગત રવિવાર ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ ખાતમુરત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત થયાના બીજા દિવસે જ ત્યાં કામ શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ 101 નંબરની ફાટક બંધ થતા અહીંયા સિંધાવદર ગામના ખેડૂતોને ખૂબ મોટો ફેરો ફરવાનો થતો હતો લોકોની આ તકલીફ ગામના પૂર્વ સરપંચ એ સમજીને રેલવેમાં અને સાંસદ સભ્યને રજૂઆત કરતા અને તેમનું સતત ફોલોઅપ લેવાના કારણે આ રેલવે નાલુ મંજૂર કરવામાં આવ્યું છે. આમ ગામના પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઇ આઈએમપી ની મહેનત રંગ લાવી છે. જેમની લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે.

આ સમાચારને શેર કરો