Placeholder canvas

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી: ખેડૂત પાકને સુરક્ષિત કરી લે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને કેટલાક જિલ્લાઓમાં તો વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે અને કેટલાક જિલ્લાઓમાં વાદળ બંધાવવાની શક્યતા છે.

આજે ગુજરાતના કેટલાક ભાગોમાં એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 માર્ચના રોજ પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાના કારણે અને હાલમાં ખેતીમાં જીરૂ ઉપાડવાની સિઝન ચાલી રહી છે ત્યારે જે ખેડૂતોએ જીરું ખેંચી લીધું હોય તેઓએ તાત્કાલિક નકરું કરીને ઘર ભેગું કરી દેવું જોઈએ અને જે લોકો ને હલર ન આવે તેમ હોય તેવા ખેડૂતોએ જીરું નો એક જગ્યાએ ઢગલો કરીને ઢાંકી દેવું જોઈએ જેથી તેઓને માવઠાથી ઓછામાં ઓછી નુકસાની થાય.

આ સમાચારને શેર કરો