Placeholder canvas

સિંધાવદરમાં ફાટક નંબર 101 ની જગ્યાએ અંડર બ્રિજ, ગળનાલુ મંજુર…

સિંધાવદર સરપંચ અને સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજૂઆત રંગ લાવી : ખેડૂતોમાં ખુશી…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે રેલ્વે સ્ટેશનથી દક્ષિણ દિશામાં આવેલી ફાટક નંબર 101 ને રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે આ ફાટક પરથી સિંધાવદર ગામના 80% ખેડૂતોને ચાલવાનું થાય છે આ ફાટક બંધ થતા આવક જાવક વધુ 4 કી.મી. નો ફેરો ફરવાનો થતો હોય તેમજ વાહન અને પશુઓને લઈને જવામાં ખૂબ મુશ્કેલી ઊભી થતી હોવાથી ફાટક 101ની જગ્યાએ અંડર બ્રિજ ગળનાલુ બનાવવાની માંગણી ગામના તત્કાલીન સરપંચ ઇસ્માઇલભાઈ આઈએમપી એ કરી હતી.

સિંધાવદરના આ ફાટકના પ્રશ્ને સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પણ અંગત રસ લઈને અધિકારીઓમાં અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આખરે રેલવે તંત્ર આ રજૂઆતો ને ધ્યાને લઈને ગામના રહીશો અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં ફાટક 101ની જગ્યાએ અંડર બ્રિજ, નાલુ મંજૂર કરેલ છે. જે ગળનાલાનું કામકાજ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

આ નાલુ બનવાથી ત્યાંથી પસાર થતા ખેડૂતો માલધારીઓ અને વાહન ચાલકોને ઘણી મોટી રાહત થશે,આ ગળનાલુ મંજૂર થવાની જાણ થતા ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે.

આ સમાચારને શેર કરો