Placeholder canvas

વાંકાનેર: કિડ્ઝલેન્ડ સ્કૂલમાં સેમેસ્ટર-1ના ટોપરનો સન્માન કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર : દિવાળી વેકેશન બાદ સ્ફુલોમાં બીજું સત્ર શરૂ થયું છે ત્યારે આજે બીજા સત્ર ના બીજા દિવસે વાંકાનેરની અંગ્રેજી માધ્યમની સ્કૂલ કિડઝલેન્ડ સ્કૂલમાં સેમેસ્ટર 1 ના દરેક વર્ગના ટોપ-૪ વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યકર્મ યોજાયો હતો.

કિડ્ઝલેન્ડ સ્કૂલના ટોપ-૪ વિદ્યાર્થીઓનું સન્માન બીઆરસી, સીઆરસીનો સ્ટાફ અને વાંકાનેરના પત્રકારોના હસ્તે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ મહેમાનોમાં પત્રકારો,અને brc, crc સ્ટાફનું પણ કિડઝલેન્ડ પરિવાર તરફથી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનો તમામ વિદ્યાર્થીઓ અને કિડ્ઝલેન્ડ સ્કૂલનો સ્ટાફ ઉપરથી રહ્યો હતો.

કિડઝલેન્ડ સ્કૂલમાં આ રીતે દર વર્ષે દરેક વર્ગના ટોપ-૪ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. જેથી વિધાર્થીઓમાં તંદુરસ્ત હરીફાઈ થાય અને વિધાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી પ્રિન્સિપાલ મેહુલ શાહ કિડઝલેન્ડ પરિવાર દ્રારા આયોજન કરવામાં આવે છે.

https://chat.whatsapp.com/BsZbWVaH8zsEUWHfckFctR

આ સમાચારને શેર કરો