Placeholder canvas

વાંકાનેર: પ્રેમસંબંધની શંકા જતા યુવાનની કરી નાખી સર્વિસ ..!!

વાંકાનેર : વાંકાનેરમાં પોતાની બહેન સાથે એક યુવકને પ્રેમસબંધ હોવાની શંકા કરી યુવતીના ભાઈ સહિત ચાર શખ્સોએ યુવકને ઢોર માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની યુવકે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઇ પ્રતાપભાઇ ભુસડીયા (ઉ.વ.21, ધંધો- મજુરી, રહે- નવા ઢુવા ગામે મુન્નાભાઇ ડાભીના મકાનમાં ભાડેથી, તા. વાંકાનેર) એ આરોપીઓ કીશન દંતેસરીયા (રહે. જામસર, તા. વાંકાનેર), લાલો બાંભવા (રહે. માટેલ, તા. વાંકાનેર) તથા અન્ય બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે,

ગત તા.14 ના રોજ સાંજના આશરે સવા સાત વાગ્યાના અરસામાં જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા જુની સ્કુલની પાછળ, વાંકાનેર, પાસે બનેલા આ બનાવમાં ફરીયાદી તથા આરોપીના બહેન અગાઉ કારખાનામાં સાથે કામ કરતા હોય જેથી ફરીયાદીને પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોવા બાબતેની શંકા કરી આરોપીએ ફરીયાદીને મોટરસાયકલના લીવર વાયર વડે તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરીયાદીને શરીરે પીઠ તથા હાથ-પગના ભાગે માર મારી મુંઢ ઇજાઓ કરી તથા ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી ચારેય આરોપીઓએ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો