શિવાનંદ ઝાએ ગુજરાતના ગામડાઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે પોલીસ વડા શિવાનંદ ઝાએ લાલ આંખ કરી છે. જો કે શહેરીજનો સાથે ગુજરાતના તમામ ગામડાઓમાં પણ લોકડાઉનનું ચુસ્ત પર્ણે અમલ કરવવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજયના તમામ ગામડાઓમાં પોલીસને બે શિફ્ટમાં ફરજ બજાવવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

રાજયમાં દિવસે દિવસે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા અને સાવચેતી રાખવા માટે સરકાર અને પોલીસ દ્વારા લોકોને વારવાર અપીલ કરવામાં આવી રહી છે અને કામ વગર ઘરની બહાર ન નિકળવા માટે લોકોને રોકવામાં પોલીસ ખડે પગે જોવા મળી રહી છે. જો કે શહેરમાં હજી પણ કેટલાક એવા લોકો છે જે લોકડાઉન હોવા છતા કોઈના કોઈ બહાને બહાર લટાર મારવા માટે નિકળી પડે છે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ આપી દીધા છે.

આ સાથે રાજયના તમામ ગામડાઓમાં વધી રહેલા કોરોનાના કહેરને જોતા લોકડાઉન કરવા માટે જણાવ્યું છે. તમામ ગામમાંથી કોઈ પણ માણસને બહાર ન નિકળવા અને બહારથી આવ્યા પછી પોલીસને જાણ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ગામમાં લોકો એક જ જગ્યાએ ભેગા ન થાય તે માટે પોલીસ 24 કલાક પેટ્રોલિંગમાં રહેશે. જો કે, કોઈ પણ માણસ ગામમાં બહારથી આવે તો તેને તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરી દેવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યકિતની મેડિકલ તપાસ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો