અમદાવાદ:લૉકડાઉનમાં દારૂ તો મળેજ છે! દારૂ પીનાર યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

અમદાવાદ શહેરમાં મંગળવારે આવેલા કોરોના વાયરસ પોઝિટિવ દર્દીમાં દારૂની કુટેવ ધરાવતા મુકેશ નામના યુવકનું નામ આવતા પોલીસ દોડતી થઇ છે. દર્દી દારૂ કોના ત્યાંથી ખરીદતો તે શોધવા પોલીસે ધમપાછડા કર્યા છે. યુવક વટવા જીઆઇડીસીમાં રહેતી મહિલા બૂટલેગરના ત્યાંથી દારૂ ખરીદતો હોવાના સ્થાનિકોના આક્ષેપ અંગે પોલીસે તપાસ કરી હતી.હાલ જે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમાં એક યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોએ તેની તપાસ કરી તો તે દારૂનો બંધાણી હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ પહેલા મુકેશ વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવ્યો હતો.

બીજું મહિલા બુટલેગરના ત્યાં લોકડાઉન પહેલાં અને પછી પોલીસે સતત રેડ કરી હોવાથી ત્યાં દારૂ વેચાતો હોવાની વાત ખોટી છે. જોકે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. પણ આ દારૂનો બંધાણી હોવાથી તે દારૂ ક્યાંથી લાવીને પીતો હતો એ બાબતે પોલીસ ગંભીર બની તપાસ કરી રહી છે.પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મુકેશ નામના વ્યક્તિની આ માહિતી સામે આવતા અમે ડોકટરનો સંપર્ક કરી તપાસ કરી રહ્યા છીએ. બીજી તરફ આ વ્યક્તિ 50થી વધુ લોકોના સંપર્કમાં આવ્યો હતો તે બાબતે ખરાઈ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે 10 વાગ્યાની સ્થિતિમાં સરકારી યાદી પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 179 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારે સાંજે પાંચ વાગ્યે જાહેરાત થયેલી છેલ્લી યાદી બાદ 4 નવા કેસનો ઉમેરો થયો છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 29 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે બુધવારે આંશિક રાહત મળી છે. બુધવાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે કુલ 16 લોકોનાં મોત થયા છે. બુધારે સવારે 10 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં કોરોના વાયરસના 138 સક્રિય કેસ છે. જેમાંથી બે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો