મોરબીમાં ચાર વર્ષના બાળક સહિત પાંચ લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા !
મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા પછી તંત્ર તમામ પ્રકારની તકેદારી લઈ રહ્યું છે. ત્યારે આજે એક ચાર વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાવાની સાથે અન્ય એક વૃદ્ધ અને ઉમા ટાઉનશીપમાં રહેતા એક વૃદ્ધ મહિલા સહિત 3 લોકોને શરદી ઉધરસ તાવના લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં સિફ્ટ કરી તેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે કુલ પાંચ લોકોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.
મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આજે બુધવારે જાંબુડિયા પાસે રહેતા પરિવારના ચાર વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તકેદારીના ભાગ રૂપે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. અને તેના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાય છે. ત્યાર બાદ ઘુંડળા રોડ પર રહેતા 76 વર્ષના વૃદ્ધ અને જ્યાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે તે ઉમા ટાઉનશીપમાં રહેતા 90 વર્ષના વૃદ્ધ મહિલા, 25 વર્ષનો યુવાન અને 4 વર્ષના બાળકમાં શરદી, તાવ, ઉધરસના શંકાસ્પદ લક્ષણો જાણતા તેમને પણ મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ માટે મોકલાવાયા છે. આજે કુલ પાંચ લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તમામને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા છે. જેના રિપોર્ટ આવતીકાલે સાંજ સુધીમાં આવશે. જ્યારે ગઈકાલે બે શ્રમિકોના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવશે.