શહીદ સંજય સાધુના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું

બીએસએફ માં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતા 35 વર્ષીય સંજય સાધુ નામના જવાન ભારત બાંગલાદેશ બોર્ડર પર શહીદ થયા હતા.

વડોદરામાં ગોરવા વિસ્તારમાં રેહતા કોમર્સ સ્નાતક થયેલા અને બીએસએફ માં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતા 35 વર્ષીય સંજય સાધુ નામના જવાન ભારત બાંગલા દેશ સરહદ ખાતે સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લા ખાતે વરસાદી માહોલ દરમિયાન પગ લપસી જતા નાળામાં પડી ગયા હતા. જોકે આ દરમિયાન સાથી જવાનોએ તેમને બચચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ઘટનામાં તેઓ તા.18 ઓગષ્ટ 2019ના રોજ સાંજે શહીદ થયા હતા. શહીદ સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સંજય સાધુના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

તિરંગામાં લપેટાયેલા શહીદના પાર્થિવ દેહના આગમન સાથે જ ભારત માતા કી જયના જય જયકારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.રાત્રે તેમને બી.એસ.એફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વડોદરાના આગેવાનો અને કલેક્ટર, કમિશનર સહીતના અધિકારીઓ પણ ઉપસ્થીત રહ્યાં હતા.

આ સમાચારને શેર કરો